ઈડર: 30 વર્ષથી અવિરત ચાલતું અભિયાન જેમાં થાય છે ડુંગર પર રહેતાં પ્રાણીઓની સેવા
ધોમ ધખતા તાપ વચ્ચે જીવવા સંઘર્ષ કરી રહેલા પ્રાણીઓને બચાવવા આ લોકો રોજ 700 પગથિયાં ચડી તેમના માટે પાણી અને ચણની વ્યવસ્થા કરે છે.
ઈડરનું જીવદયા મિત્ર મંડળ ગૃપ છેલ્લાં 30 વર્ષથી ઈડરિયા ગઢના ડુંગર પર ચડી પ્રાણી પક્ષીઓની તરસ અને ભૂખ છીપાવવાનું સેવાકાર્ય કરી રહ્યું છે.
ગૃપના દરરોજ 40થી 50 કિલો અનાજ ચબૂતરામાં નાંખે છે. જેમનો રોજનો અંદાજિત ખર્ચ ત્રણથી પાંચ હજાર થાય છે.
આ ગ્રુપમાં કામ કરનાર જીવદયા પ્રેમીઓ સ્વયંભૂ રીતે આ કામગીરીમાં જોડાયા છે. મોટાભાગના લોકો વેપારીઓ છે, તેમ છતાં સવારનો સમય તેઓ આ પ્રાણીઓ માટે કાઢે છે.


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો. Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો. YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો. Twitter પર બીબીસી ગુજરાતીને ફૉલો કરવા અહીં ક્લિક કરો.




