આ નાનકડું ગામ વૉટર ટૅન્કર બનાવવાનું કેન્દ્ર કેવી રીતે બન્યું?
આ નાનકડું ગામ વૉટર ટૅન્કર બનાવવાનું કેન્દ્ર કેવી રીતે બન્યું?
પ્રકાશિત
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલું આ ગામ પોતે દુકાળગ્રસ્ત છે પરંતુ લોકોને પાણી પહોંચાડતા ટૅન્કરો માટે મહત્ત્વનું પુરવાર થઈ રહ્યું છે.
આ ગામમાં જેવા તમે પ્રવેશો કે તરત જ તમને અહીં ચારે કોર વૉટર ટૅન્કર જોવા મળશે. 1995થી આ ગામમાં ટ્રક બનતી હતી.
આ ગામમાં 30થી 32 હજાર લિટરની ક્ષમતા ધરાવતાં બે હજાર ટૅન્કર પ્રતિવર્ષ બનાવાય છે. એક ટૅન્કર બનાવવા પાછળ તેમને 1 લાખ 30 હજારનો ખર્ચ થાય છે અને દસેક હજાર જેવો નફો થાય છે.
મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે આ ગામના ખેડૂતો ટૅન્કર બનાવીને રોજગારી મેળવે છે.
વધુ જુઓ આ વીડિયોમાં...

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



