અમેરિકાના આ શહેરના આકાશમાં દેખાયેલા વંટોળનો વીડિયો

વીડિયો કૅપ્શન, અમેરિકાના આ શહેરના આકાશમાં દેખાયેલા વંટોળનો વીડિયો
અમેરિકાના આ શહેરના આકાશમાં દેખાયેલા વંટોળનો વીડિયો
પ્રકાશિત

અમેરિકાના સ્ટ્રેટરમાં ભયાનક વંટોળ બાદ સાયરનના અવાજ સંભળાયા હતા.

ઇલિનોઇસ અને મિડવેસ્ટના અન્ય વિસ્તારોમાં પણ તોફાનના કારણે નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા હતા.

નિષ્ણાતોએ ખરાબ હવામાનની સ્થિતિ અઠવાડિયા સુધી રહેવાની સંભાવના દર્શાવી છે.

ઉપરાંત શિકાગો શહેર તથા આસપાસના વિસ્તારમાં સ્થિતિ વધુ જોખમી હોવાની ચેતવણી પણ આપી છે.

સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

અમેરિકા, વંટોળ

ઇમેજ સ્રોત, Reuters

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન