ગુજરાતમાં ફરી પલટાયું હવામાન, કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા?
ગુજરાતમાં ફરી પલટાયું હવામાન, કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા?
પ્રકાશિત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ઉત્તર ભારતમાં વાદળો છવાયેલાં છે. ઉત્તર ભારતમાં વરસાદ થવાની પણ શક્યતા છે.
ગુજરાતમાં પણ ફરી વાદળો છવાયાં છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ 1-2 દિવસ સુધી રહેશે.
ફેબ્રુઆરીના અંતમાં વરસાદી માહોલ સર્જાશે પરંતુ વરસાદ પાડવાની શક્યતા ઓછી છે. ઉત્તર ગુજરાતમાં છુટા-છવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ગાઢ વાદળો દેખાશે પરંતુ વરસાદ પાડવાની શક્યતા નથી.
29 ફેબ્રુઆરીમાં ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને ત્યારે ગુજરાતમાં વરસાદ પાડવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ ક્યાર સુધી રહેશે અને તાપમાનની સ્થિતિ શું રહેશે એની વિગતવાર માહિતી અમારા આ ખાસ વેધર બુલેટિનમાં ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજો.

ઇમેજ સ્રોત, Getty Images



