અમેરિકાના કેલિફોર્નિયામાં સતત વાવાઝોડાનો કેર, જનજીવન ઠપ

અમેરિકાના કેલિફોર્નિયામાં સતત વાવાઝોડાનો કેર, જનજીવન ઠપ
પ્રકાશિત

ધરતીનું તાપમાન વધી રહ્યું છે, ક્યાંક અતિશય ગરમી તો ક્યાંક અતિશય ઠંડી. ક્યાંક લીલો દુષ્કાળ તો ક્યાંક સૂકો દુષ્કાળ.

જળવાયુ પરિવર્તનને લીધે વિશ્વ ઘણી વિષમ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં સતત 9મી વખત ભીષણ વાવાઝોડું સર્જાયું છે અને કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ છે.

અમેરિકામાં સતત વરસાદ અને વાવાઝોડાથી જીનજીવન ઠપ થઈ ગયું છે. ખાસ કરીને અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિતિ વિકટ છે.

અહીં ભારે વરસાદને લીધે રાજ્યના અનેક વિસ્તારો પાણી ડૂબેલા છે.

કેલિફોર્નિયામાં છેલ્લા અનેક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને વાવાઝોડાને કારણે પૂર આવ્યું છે, જેમાં રાજ્યના અનેક ભાગો પાણીમાં ડૂબેલા છે.

હજારો લોકોને તેમનાં ઘર છોડી સલામત સ્થળે ખસી જવાની ચેતવણી તંત્ર તરફથી અપાઈ છે.

અત્યાર સુધીમાં 14000થી વધુ લોકોને પૂરમાંથી સલામત રીતે બચાવાયા છે.