માનગઢ નરસંહારનાં 110 વર્ષ : આદિવાસીઓની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડાયું હતું?

વીડિયો કૅપ્શન, Mangadh 110 વર્ષ: આદિવાસીઓની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડાયું હતું? Tavarikh E02
માનગઢ નરસંહારનાં 110 વર્ષ : આદિવાસીઓની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડાયું હતું?
પ્રકાશિત

જલિયાંવાલા બાગ હત્યાકાંડનાં છ વર્ષ પહેલાં ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢના પહાડો પર 17 નવેમ્બર 1913ના રોજ આવો જ નરસંહાર થયો હતો, પણ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

જલિયાંવાલા બાગમાં એક હજારથી વધારે લોકો અંગ્રેજ સેનાની ગોળીઓનો ભોગ બન્યા હતા.

તેની સામે માનગઢ નરસંહારમાં દોઢ હજારથી વધારે લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવે છે.

માનગઢના ડુંગર પર હજારો લોકો એકઠા થયા હતા, તેના પર અંગ્રેજ અને દેશી રજવાડાંના સૈનિકોએ પૂરી તૈયારી કરીને ગોળીઓ વરસાવી હતી.

સાહિત્યકાર, ઇતિહાસકાર અને સ્થાનિક લોકોનો દાવો છે કે આ હત્યાકાંડ જલિયાંવાલા બાગથી મોટો નરસંહાર હતો. આમ છતાં તેને ઇતિહાસમાં એટલું મહત્ત્વનું સ્થાન મળ્યું નથી.

માનગઢ

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC