ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર, કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં ચારેતરફ વરસાદી માહોલ જામી ચૂક્યો છે. રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે. આગામી પાંચ દિવસોમાં ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ વરસશે તેનું ભારતીય હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યું છે.

ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલા અનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ મજબૂત બની રહી છે જેને લીધે સમગ્ર રાજ્યના હવામાનને અસર થઈ શકે છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના હવામાનમાં જોરદાર પરિવર્તન આવશે જેને લીધે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે.

નોંધનીય છે કે હવામાન વિભાગે જાહેર કરેલા 'વેધર બુલેટિન' અનુસાર દક્ષિણ ગુજરાત ઉપર અરબી સમુદ્ર નજીક સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ બની છે, જેને લીધે ગુજરાતના હવામાનને અસર વર્તાઈ રહી છે અને અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત ઉપર સર્જાયેલા આ સર્ક્યુલેશનનો ઘેરાવો 3.1 કિલોમીટરનો હોવાનું હવામાન વિભાગ જણાવે છે. જેને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

બીબીસી ગુજરાતી

કયા જિલ્લામાં પડશે વરસાદ?

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, ANI

હવામાન વિભાગની આગાહી અનુસાર છ જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ અનુસાર છ તારીખના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં મધ્યથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર અને દીવમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી વરસી શકે છે.

બીજી તરફ મધ્ય ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે અને દાહોદ, વડોદરા, પંચમહાલમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ વરસવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી

આવતી કાલે ક્યાં વરસાદ?

વરસાદ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિન અનુસાર તારીખ 7 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવી શકે છે.

ઋતુ પરિવર્તનના કારણે ગુજરાતમાં ઠેર-ઠેર છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને આની વધુ અસર થશે.

સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ હવામાન પલટાશે.

અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર અને જૂનાગઢના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ મધ્ય ગુજરાતમાં પણ હવામાન પલટાઈ શકે છે અને અમદાવાદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં પણ મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે.

વિભાગે જણાવ્યું છે કે ૮ તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં સામાન્ય હવામાન રહેશે. જોકે, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી, જૂનાગઢ, ગીર-સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે.

ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે.

જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો 8 જુલાઈએ પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

આ સિવાય ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં હવામાન પલટાશે અને અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત આસપાસના જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી