ગુજરાત : અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ વધી રહી છે આગળ, આગામી દિવસોમાં કયાં પડશે વરસાદ?

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ વધી રહી છે આગળ, આગામી દિવસોમાં કયાં પડશે વરસાદ?
ગુજરાત : અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ વધી રહી છે આગળ, આગામી દિવસોમાં કયાં પડશે વરસાદ?
પ્રકાશિત

ગુજરાત સહિત દેશભરતમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની ઉજવણી ચાલી રહી છે ત્યારે તહેવારોના દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ વરસાદ નથી.

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન મુજબ ગુજરાતમાં હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે.

અમદાવાદમાં સોમવારે દિવાળીના દિવસે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

હવામાન વિભાગનું બુલેટિન કહે છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં લઘુતમ કે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી.

ત્યાર પછી લગભગ બે ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટી શકે છે. હાલમાં સવારના ભાગમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધી જાય છે.

20 ઑક્ટોબર, સોમવારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.

21મી ઑક્ટોબરે પણ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હળવા વરસાદની આગાહી છે. અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પણ પડી શકે છે.

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ત્યાર પછીના બે દિવસોમાં પણ સાઉથ ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી મોટા ભાગે હવામાન સૂકું રહેશે. ગુજરાતમાં હવે એક અઠવાડિયા દરમિયાન કોઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી નથી.

વરસાદ શિયાળો ગરમી ઠંડી વરસાદ ચોમાસું ગુજરાત હવામાન સમાચાર હવામાન અપડેટ

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન