ગુજરાતને ગરમીમાંથી ક્યારે રાહત મળશે, કયા જિલ્લાથી ચોમાસાની શરૂઆત થશે?

બીબીસી ગુજરાતી હવામાન ગરમી ગુજરાત વરસાદ ચોમાસું તાપમાન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં ગરમી અને ઉકળાટે લોકોને હેરાન પરેશાન કરી દીધા છે અને વરસાદ ક્યારે આવશે, તેની રાહ જોવાઈ રહી છે.

કેરળમાં લગભગ એક સપ્તાહ વહેલું ચોમાસું આવી ગયું છે અને હાલ મહારાષ્ટ્રમાં સ્થિર થઈ ગયું છે.

પરંતુ પાડોશી રાજ્ય ગુજરાતને હજુ સુધી ગરમીમાંથી કોઈ રાહત મળી નથી.

ગુજરાતના અમદાવાદ, સુરત સહિતના કેટલાક ભાગોમાં પખવાડિયા અગાઉ કમોસમી વરસાદનાં ઝાપટાં પડી ગયાં છે.

જોકે, વિધિવત્ રીતે ચોમાસું બેસવામાં સમય લાગશે એવું અનુમાન છે

બીબીસી ગુજરાતી હવામાન ગરમી ગુજરાત વરસાદ ચોમાસું તાપમાન

ઇમેજ સ્રોત, IMD

આગામી પાંચ દિવસમાં ક્યાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન ગરમી ગુજરાત વરસાદ ચોમાસું તાપમાન

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદસ્થિત હવામાન ખાતાની કચેરી મુજબ, 10 જૂને ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે.

બીબીસી ગુજરાતી હવામાન ગરમી ગુજરાત વરસાદ ચોમાસું તાપમાન

ઇમેજ સ્રોત, IMD

11 જૂન, બુધવારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે.

આ ઉપરાંત દીવ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં પણ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

12 જૂન માટે પણ આવી જ આગાહી છે, પરંતુ 13 જૂને વધુ કેટલાક જિલ્લામાં વરસાદ પડશે તેવું હવામાન ખાતાનું કહેવું છે.

બીબીસી ગુજરાતી હવામાન ગરમી ગુજરાત વરસાદ ચોમાસું તાપમાન

ઇમેજ સ્રોત, IMD

13 જૂને ઉત્તર ગુજરાતમાં પંચમહાલ અને દાહોદમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને દીવમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

14 જૂને મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને દીવમાં વરસાદ પડશે તેવી આગાહી છે.

મંગળવારે અમદાવાદમાં આકાશ મોટા ભાગે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સે. સુધી પહોંચે તેવી આગાહી છે.

ગરમીનો પ્રકોપ

બીબીસી ગુજરાતી હવામાન ગરમી ગુજરાત વરસાદ ચોમાસું તાપમાન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં અમદાવાદ સહિત મોટા શહેરોમાં તાપમાન 40થી 41 ડિગ્રી આસપાસ રહે છે.

અમદાવાદમાં આગામી સાત દિવસ સુધી ગરમીમાં રાહત મળે તેવી શક્યતા ઓછી છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, 10 જૂને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે 11 જૂને 42 ડિગ્રી, 12થી 14 જૂન સુધી 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે.

15 જૂને 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાય તેવી સંભાવના છે. 15 અને 16 જૂને આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો પંજાબ અને હરિયાણામાં પણ સખત ગરમી પડી રહી છે.

સોમવારે હરિયાણાના સિરસામાં મહત્તમ તાપમાન 46.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ચંદીગઢમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે ચાલુ સિઝનમાં સૌથી વધુ હતું. રોહતકમાં પણ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું.

આઈએમડી મુજબ હરિયાણા, પંજાબ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદાખ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હીટવેવ રહેશે.

બિહાર, કિનારાવર્તી આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભેજવાળું વાતાવરણ રહેશે.

મંગળવારે આસામ, મેઘાલય, કર્ણાટક, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ અને પુડુચેરીમાં વરસાદની આગાહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન