You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના આ જિલ્લાઓમાં આજથી વરસાદ થશે બંધ, ફરી બનશે નવી સિસ્ટમ ગુજરાતને શું અસર થશે?
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદના પ્રમાણ અને જોરમાં હવે ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ હવે આગળ વધીને ઓમાન અને યમનના દરિયાકાંઠા પાસે પહોંચી ગઈ છે. જેના કારણે તેની અસર હવે ગુજરાત પરથી ઘટવાના શરૂઆત થઈ જશે.
રાજ્યમાં હજી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને કેટલાક જિલ્લામાં હવે છુટોછવાયો વરસાદ થશે. એટલે કે હવે વધારે વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના ઘટી ગઈ છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બે દિવસ સુધી હજી વરસાદની શક્યતા દેખાઈ રહી છે પરંતુ હવે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા નથી.
દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી, સુરત અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્મય વરસાદની શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્રમાં ફરીથી એક નબળો લૉ-પ્રેશર એરિયા સર્જાય તેવી શક્યતા છે પરંતુ આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાથી ખૂબ દૂર સર્જાતી હોવાને કારણે તેની અસર રાજ્ય પર વધારે થશે નહીં.
લૉ-પ્રેશર એરિયાની સાથે જ ગુજરાતની ખૂબ નજીક એક ઍન્ટિ સાયક્લૉન બનવાની સંભાવના છે, જેના કારણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જશે. સામાન્ય રીતે ઍન્ટિ-સાયક્લૉન સર્જાય ત્યાં વરસાદ થતો નથી.
વધુ જાણવા માટે ઉપર વીડિયો પર ક્લિક કરો.