You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાખી મહિલાઓ : ઘેટાં-બકરાં ચરાવવા 5,000 મીટર ઊંચા પર્વતો પર ચડતી મહિલા ભરવાડોની છેલ્લી પેઢી
અફરોઝ...પાકિસ્તાનના વાખી ભરવાડ સમુદાયનાં છેલ્લાં મહિલા ભરવાડ છે.
દર ઉનાળે તેઓ પોતાના પશુઓ લઇને પર્વતો ઉપર જાય છે. તેમને ભોજન ખવડાવવા અને સ્વસ્થ રહે તે માટે અમે અફરોઝ સાથે પામીર વિસ્તારની તેમની છેલ્લી યાત્રા પર નીકળ્યા.
5000 મીટરના ઊંચા સ્તરે પહોંચવા આ ત્રણ દિવસ સુધીનું ભારે ચડાણ હોય છે.
આવી રીતે પશુઓને ચરાવવા જતાં ભરવાડો તેમની સાથે વ્યક્તિદીઠ 20 કિલો ખાદ્યસામગ્રી લઈ જતા હોય છે.
2000ના વર્ષ અગાઉ વાખી સમુદાયના ભરવાડો દુનિયા સાથે સંપર્કમાં જ નહોતા. તેઓ સામાન્ય વસ્તુઓથી પણ અજાણ હતા.
અફરોઝ કહે છે, "મને જ્યારે બહાર રહેતા મારા ભાઈઓએ પગરખાં ભેટમાં આપ્યાં હતા તેને જોવા માટે લોકો ટોળે વળતાં હતા.
આવા પર્વત પર પશુઓ ચરાવવા આવતાં મહિલાઓ ઘણાં મજબૂત હતાં.
આ મહિલાઓએ કરેલી સખત મહેનતને કારણે જ વેલીને બહારની દુનિયા સાથે જોડતો રસ્તો બની શક્યો છે. તેમની મહેનતને કારણે જ આજે શિમશાલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.
સમય બદલાયો અને લોકો અભ્યાસના મહત્ત્વને સ્વીકારી બાળકોને શિક્ષણ લેવા મોકલી રહ્યા છે.
જોકે બહારના વિશ્વ સાથે જોડાયા છતાં પણ પામીર સાથે પશુપાલકો વિશિષ્ટ સંબંધ અનુભવે છે. તેઓ માટે પામીર એક ફૂલ સમાન ખૂબ જ સુંદર અને પવિત્ર છે.