You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટવાથી 12 બાળકો સહિત બે શિક્ષિકાનાં મૃત્યુ, નેતાઓએ શું કહ્યું?
વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલટવાની ઘટનામાં શાળાનાં 12 બાળકો સહિત બે શિક્ષિકાઓનાં મૃત્યુ થયાં છે.
વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી હતી.
આઠથી 15 વર્ષની ઉંમરના સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે 45 વર્ષની ઉંમરનાં બે શિક્ષિકાઓ પણ મૃત્યુ પામ્યાં છે.
ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતી પ્રતિક્રિયા આપી છે.
જ્યારે વિપક્ષ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ ઘટના અંગે સરકાર પર નિશાન સાધતાં તંત્ર પર ‘બેદરકારી’નો આરોપ લગાવ્યો હતો.
જુઓ આ વીડિયોમાં સરકાર પર શું આરોપો લાગી રહ્યા છે?