You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભણતર માટે સંઘર્ષ કરનાર એ પ્રજ્ઞાચક્ષુ યુવતી જે હવે શિક્ષણના બળે સેવે છે ‘IAS બનવાનું સપનું’
ભણતર માટે સંઘર્ષ કરનાર એ પ્રજ્ઞાચક્ષુ યુવતી જે શિક્ષણના બળે સેવે છે ‘IAS બનવાનું સપનું’
જન્મજાત દૃષ્ટિ સંબંધિત સમસ્યાનો સામનો કરીને સામા વહેણે ઝીંક ઝીલી પોતાની જાતને શિક્ષિત કરનાર કાશ્મીરનાં તહઝીબા હિલાલની કહાણી ખરેખર પ્રેરણાથી ભરપૂર છે.
તહઝીબા અનુસાર તેઓ છ માસનાં હતાં એ સમયે તેમના પરિવારને તેમની આંખની મર્યાદા અંગે ખબર પડી હતી.
તેઓ જાતે હાલ 12મા ધોરણમાં ભણતાં હોવા છતાં એટલાં કાબેલ છે કે કાશ્મીરમાં વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર સહિતની ટેકનૉલૉજીનું શિક્ષણ આપે છે.
પરિવારના સહકાર અને મહેનતથી જીવનમાં આગળ વધેલાં તહઝીબા બ્રેઇલ લિપિમાં લખાયેલાં પુસ્તકો વાંચીને, પોતાની જાતે કમ્પ્યૂટર અને ટેકનૉલૉજીમાં પારંગત બનીને આજે ઘણાય વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર, લેપટૉપ, મોબાઇલ અને ટેબ્લેટનો ઉપયોગ કરતા શીખવે છે.
દૃષ્ટિની મર્યાદાને કારણે એક સમયે તહઝીબાને સ્કૂલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. પરંતુ અંતે પોતાના પરિવારજનોના સંઘર્ષને પરિણામે તેઓ અભ્યાસમાં આગળ વધી શક્યાં. હવે વિદ્યાર્થીઓને શીખવવાની સાથોસાથ તેઓ એક દિવસ ભારતીય વહીવટી સેવામાં અધિકારી બનવાનું સપનું સેવે છે.
જુઓ, તેમની કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.