You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની પાસે આવશે નવી સિસ્ટમ, આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતની પાસે આવશે નવી સિસ્ટમ, આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસો સુધી હજી પણ છુટોછવાયો, હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત કોઈ એકાદ સ્થળોએ મધ્ય કરતાં વધારે અને ભારે વરસાદ થઈ શકે છે.
હાલ ચોમાસાના બે મહિના પૂરા થઈ ગયા છે, એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે.
આગળ ચોમાસું કેવું રહેશે અને કયા વિસ્તારોમાં વરસાદ વધવાની આગાહી છે જાણો આ વીડિયો અહેવાલમાં.