સુરતનાં 80 વર્ષનાં આ દાદી સ્વિમિંગમાં 530 મેડલ કેવી રીતે જીત્યાં?

વીડિયો કૅપ્શન,
સુરતનાં 80 વર્ષનાં આ દાદી સ્વિમિંગમાં 530 મેડલ કેવી રીતે જીત્યાં?
પ્રકાશિત

80 વર્ષનાં દાદીને દોટ મૂકીને સ્ફૂર્તિથી નદી-તળાવોમાં કૂદતાં જોઇને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

સુરતનાં બકુલાબહેન કહે છે, "ઉંમર ફક્ત એક નંબર છે. લોકો કહેતા હોય છે કે આટલી મોટી ઉંમરે કશું શીખી ન શકાય પણ એ ખોટું છે."

તેમણે 58 વર્ષે તરવાનું શીખવાની શરૂઆત કરી હતી. આજની તારીખે તેઓ તાપી નદીમાં તરીને સ્વિમિંગની પ્રૅક્ટિસ કરે છે.

તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 500થી વધુ મૅડલ મેળવ્યાં છે. તેમણે એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરમાં પણ તરીને રેકૉર્ડ બનાવ્યો છે.

તેમનું સ્વપ્ન છે કે તેમને ઇંગ્લિશ ચૅનલ પણ તરીને પસાર કરવી છે. ક્યાંથી તેમને આ તરવાની પ્રેરણા મળી?

કઈ રીતે તેઓ એક પછી એક પડકારોને પાર કરીને અહીં સુધી પહોંચ્યાં?

વધુ જુઓ વીડિયોમાં...

સુરત સ્વિમિંગ બીબીસી ગુજરાતી