મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ : વિજેતા બનવા માટે ભારતીય મહિલા ટીમ સામે કેવા પડકારો છે?

મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ : વિજેતા બનવા માટે ભારતીય મહિલા ટીમ સામે કેવા પડકારો છે?
પ્રકાશિત

ટી20 મહિલા વિશ્વકપ શરૂ થઈ ચૂક્યો છે. આ વખતે ઇંગ્લૅન્ડ તેનું આયોજન કરી રહ્યું

છે.

ભારત તરફથી હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ટીમ ટ્રૉફીની દાવેદારી કરવા માટે

મેદાને ઊતરશે.

ભારત પાસે 2025ના વન-ડે વર્લ્ડકપની જીતથી મળેલો ઉત્સાહ હશે, પરંતુ તેને ઑસ્ટ્રેલિયા

જેવી મજબૂત ટીમની હરીફાઈ કરવી પડશે, જે અત્યાર સુધી છ વખત આ ટ્રૉફી પોતાના નામે કરી

ચૂકી છે.

આ વખતે આ સ્પર્ધામાં 12 ટીમો સામેલ છે. તેમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ

આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, પાકિસ્તાન, આયર્લૅન્ડ, બાંગ્લાદેશ, સ્કૉટલૅન્ડ, નેધરલૅન્ડ્સ અને

ભારતનો સમાવેશ થાય છે.

ચાલો, તમને જણાવીએ કે ભારત તરફથી કયાં કયાં ખેલાડીઓ આ વિશ્વકપ દરમિયાન

મેદાનમાં ઊતરવાનાં છે.

ગત વર્ષે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલી વખત વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો.

આ જીત બાદ ટીમ પાસેથી અપેક્ષાઓ પહેલા કરતાં વધુ વધી ગઈ છે.

ભારતીય ટીમની ગણતરી હવે ટાઈટલના દાવેદારોમાં થઈ રહી હોવાથી ખેલાડીઓ પરનું દબાણ પણ વધી ગયું છે. હવે ભારતીય ટીમ વિશ્વની સૌથી મજબૂત ટીમોમાં મનાય છે.

પરંતુ તેમ છતાં હજુ સુધી ભારતીય ટીમને વિમૅન્સ ટી20 વર્લ્ડકપનું ટાઇટલ મળ્યું નથી.

આજે ભારત પાકિસ્તાનની ટીમ સાથે આ ટુર્નામેન્ટની પહેલી મૅચ રમવા જઈ રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન