You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતની આ સરકારી શાળામાં પ્રવેશ મેળવવા કેમ વાલીઓ લાઇનમાં ઊભા રહે છે?
સુરતની આ સરકારી શાળાએ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે, કારણ કે તેમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાઈન લાગે છે.
ઉતરાણ વિસ્તારમાં આવેલી આ શાળાના આચાર્ય ચેતન હીરપરાનું કહેવું છે કે તેમણે આ શાળામાં બાળકો પ્રવેશ લે તેના માટે ખૂબ પ્રયત્નો કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે અનેક સોસાયટીમાં ઘરેઘરે જઈને પત્રિકાઓ વહેંચીને લોકોને આ શાળા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
તેઓ જણાવે છે કે આ શાળામાં શિક્ષણની સાથેસાથે સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે.
આ વખતે શાળામાં 2200 જેટલી અરજી આવી હતી જેમાંથી 750 જેટલાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.
શાળાના શિક્ષકોનું કહેવું છે કે શિક્ષણની ગુણવત્તા જોઈને લોકો આ શાળા પ્રત્યે આકર્ષાયા છે.
શાળામાં કેવી સુવિધાઓ છે? વધુ જુઓ આ વીડિયોમાં...