જામનગરમાં કન્યાનું ફુલેકું હાથીની અંબાડી પર કેમ નીકળ્યું?

જામનગરમાં કન્યાનું ફુલેકું હાથીની અંબાડી પર કેમ નીકળ્યું?
પ્રકાશિત

“કન્યા ડોળીમાં જાય, કારમાં જાય, રૂફટૉપવાળી કારમાં જાય પણ મારી ઇચ્છા હતી કે હાથી પર સવારી સાથે મારી વિદાય કરવામાં આવે.”

આ શબ્દો છે જામનગરની દુલહનના. દુલહન બિનલબા સરવૈયાનું ફુલેકું હાથીની અંબાડી પર નીકળ્યું હતું. પૌત્રીની ઇચ્છા પૂરી કરવા દાદાએ આ ખાસ આયોજન કર્યું હતું.

બિનલબા કહે છે, “મારી નાનપણથી ઇચ્છા હતી કે મારે આવી રીતે શાહી સવારી લઈને લગ્નમંડપથી ઘર સુધી જવું છે તો મારા દાદા અરવિંદસિંહ સરવૈયાએ મારી ઇચ્છા પૂરી કરી છે.“

અરવિંદસિંહ સરવૈયા કહે છે, “અમે રાજવંશની રીતે દીકરીની ઈચ્છા પૂરી કરી છે. અમે મોરબીથી હાથી મંગાવ્યો હતો.“

સામાન્ય રીતે હાથીની અંબાડી પર વરરાજનું ફુલેકું નીકળતું હોય છે પણ જમાનગરમાં કન્યાનું ફુલેકું હાથીની અંબાડી પર નીકળ્યું.

જુઓ આ વીડિયો અહેવાલ...