સુરેન્દ્રનગર: ભયંકર ગરમીમાં પતરાના શેડ નીચે ભણવા મજબૂર બાળકો

સુરેન્દ્રનગર: ભયંકર ગરમીમાં પતરાના શેડ નીચે ભણવા મજબૂર બાળકો
પ્રકાશિત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગણપતિ ફાટસર વિસ્તારની સરકારી શાળાની આ વાત છે. અપૂરતા વર્ગખંડોના કારણે વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે અભ્યાસ કરી રહ્યા છે.

દરેક ધોરણમાં સરેરાશ 60 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સામે અપૂરતા વર્ગખંડોના લીધે મેદાનમાં પતરાનો શેડ તૈયાર કરવામાં આવ્યો છે.

બીજી તરફ ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમી પણ વધી રહી છે.

શાળાની આ પરિસ્થિતિઓને કારણે વિદ્યાર્થીઓના વાલીઓ રોષે ભરાયેલા છે.

તેમનો દાવો છે કે શાળાની આ પરિસ્થિતિના કારણે બાળકો બીમાર થાય છે અને જેને લીધે તેમનો અભ્યાસ બગડે છે.

વાલીઓ શું કહી રહ્યા છે? વધુ જુઓ આ વીડિયોમાં...