ડાંગનાં મહિલા મિકૅનિક જેમનું કામ જોઈ ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય છે

ડાંગનાં મહિલા મિકૅનિક જેમનું કામ જોઈ ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય છે
પ્રકાશિત

બાઇકમાં પંચર પડ્યું હોય કે પછી કોઈ કારણસર બાઈકના સ્પેર-પાર્ટ્સ ખરાબ થઈ ગયા હોય, ડાંગનાં આ મહિલા મિકેનિક બધુંય ઠીક કરી આપે છે.

તેજસ્વિનીબહેન ગાયકવાડ કહે છે, "મને બહુ ગર્વ થાય છે કે આખા ડાંગમાં હું એકમાત્ર મહિલા મિકેનિક છું."

અહીં આવતા ગ્રાહકો પણ એક મહિલાને મિકેનિક તરીકે કામ કરતાં જોઈને દંગ થઈ જાય છે.

તેમણે આઈટીઆઈમાં મિકેનિકનો અભ્યાસ પણ કર્યો છે.

તેમના પતિ યોગેશભાઈ કહે છે કે, "એ જાતે જ આ કામ શીખી ગઈ હતી, પછી અમે કીધું કે આઈટીઆઈમાં જ અભ્યાસ કરીને શીખી લે."

આગળ જતાં તેમણે પોતાનું જ ગૅરેજ ખોલ્યું.

જુઓ તેમની કહાણી આ વીડિયોમાં...