ગુજરાતમાં આગામી બે દિવસ કેવો રહેશે વરસાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં શું છે સંભાવના?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી બે દિવસ કેવો રહેશે વરસાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં શું છે સંભાવના?
ગુજરાતમાં આગામી બે દિવસ કેવો રહેશે વરસાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં શું છે સંભાવના?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વરસાદનું જોર રહેવાની હવામાન આગાહી કરવામાં આવી છે.

મધ્યપ્રદેશ આસપાસની સિસ્ટમની અસરથી ઉત્તર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું રહેશે અને છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

બંગાળની ખાડીમાં સર્જાનારા લો પ્રેશરની અસર ગુજરાત પર થવાની શક્યતા ઓછી છે, પરંતુ ઓગસ્ટના મધ્ય સુધી છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે જે ખેતીના પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગુજરાતમાં આગામી બે દિવસ કેવો રહેશે વરસાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં શું છે સંભાવના?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન