ગુજરાતમાં અનેક જગ્યાએ ધૂળની ડમરીઓ સાથે વરસાદ, હવે શું થશે?
ગુજરાતમાં અનેક જગ્યાએ ધૂળની ડમરીઓ સાથે વરસાદ, હવે શું થશે?
પ્રકાશિત
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના સંખ્યાબંધ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા છે અને ધૂળની ડમરીઓ ઊડી હોવાના સમાચાર છે.
અનેક વિસ્તારોમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે.
મહારાષ્ટ્રમાં પણ હવામાન પલટાયું હતું અને મુંબઈમાં ભારે પવનને કારણે વિશાળ હૉર્ડિંગ પડી ગયું અને તેમાં આ લખાય છે ત્યાર સુધી 14 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી અને 43 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભરઉનાળે કયા કયા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદ પડ્યો છે તથા હાલમાં વરસાદ પડવાનું કારણ શું છે? હજુ કેટલા દિવસ સુધી વરસાદ પડશે?
જાણવા માટે જુઓ આ વીડિયો...

ઇમેજ સ્રોત, Getty Images



