ભુજ : જ્યારે બોર્ડનું પરીક્ષાકેન્દ્ર ભૂલી ગયેલી વિદ્યાર્થિનીની મદદે આવ્યા પોલીસ ઇન્સ્પેક્ટર

ભુજ : જ્યારે બોર્ડનું પરીક્ષાકેન્દ્ર ભૂલી ગયેલી વિદ્યાર્થિનીની મદદે આવ્યા પોલીસ ઇન્સ્પેક્ટર
પ્રકાશિત

હાલ ગુજરાતમાં ધોરણ દસ-બારની પરીક્ષાઓ ચાલી રહી છે.

વિદ્યાર્થીઓને પરીક્ષાના તાણથી બચવા માટે ઘણાં માધ્યમો થકી જાતભાતની ટિપ્સ અપાઈ રહી છે. પરંતુ તેમ છતાં એવું બને છે કે પરીક્ષા ટાણે જ કેટલાક વિદ્યાર્થીઓ તાણને કારણે કે કોઈ પણ અન્ય કારણને લઈને મુશ્કેલીમાં મુકાય છે.

આવી જ એક ઘટના બની હતી કચ્છના ભૂજમાં નિશા સવાણી નામનાં વિદ્યાર્થિની સાથે.

નિશા દસમા ધોરણનાં વિદ્યાર્થિની છે. તેઓ ગુજરાતી વિષયના પેપર વખતે ભૂલથી અન્ય કોઈ પરીક્ષાકેન્દ્રમાં પહોંચી ગયાં.

મુશ્કેલીમાં મુકાયેલાં આ વિદ્યાર્થિની જ્યારે પોતે અલગ પરીક્ષાકેન્દ્રમાં આવી ગયાં હોવાનું જાણીને મૂંઝાયાં ત્યારે તેમની મદદે આવ્યા ઇન્સ્પેક્ટર જે. વી. ધોળા. જુઓ, માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી આ હૃદયસ્પર્શી કહાણી.