You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારી નજર સામે મારા પતિ પાણી માગતાં મૃત્યુ પામ્યા', આંતરજ્ઞાતીય લગ્ન બાદ પતિની હત્યા
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં છત્રપતિ સંભાજીનગરનાં વિદ્યા અને અમિતે થોડા સમય અગાઉ લગ્ન કર્યાં હતાં, પરંતુ થોડા દિવસમાં જ અમિતની હત્યા કરી દેવાઈ.
અમિત અન્ય જાતિના હોવાથી વિદ્યાનાં માતા-પિતા તથા પિતરાઈ ભાઈઓ આ લગ્નસંબંધના વિરોધમાં હતા. પુણેમાં લગ્ન પછી આ દંપતી છત્રપતિ સંભાજીનગર આવી ગયું હતું.
ફિલ્મ 'સૈરાટ'ની જેમ તેમને જાનથી મારી નાખવાની ધમકી મળતી.
દંપતીને લાગ્યું કે જો તેઓ દૂર હશે, તો તેમની સાથે શું થયું તેના વિશે કોઈને જાણ નહીં થાય, એટલે તેઓ પરત ફર્યાં. 14મી જુલાઈએ અમિત ઉપર હુમલો થયો, જેનો આરોપ વિદ્યાના પરિવારજનો પર છે.
એ સમયે વિદ્યા પણ ત્યાં જ હતાં. હુમલા પછી અમિતનાં અંગોને હાથમાં લઈને તેમના પરિવારજનો હૉસ્પિટલે લઈ ગયા અને સારવાર અર્થે દાખલ કરાવ્યા. 12 દિવસ સુધી જીવન માટે સંઘર્ષ કર્યા બાદ 25 જુલાઈએ અમિતનું અવસાન થયું. પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.