'નવમો મહિનો જાય છે, આજકાલમાં ડિલિવરી થશે તો મને ક્યાં નાખશે?', ઇસનપુરમાં જેમનું ઘર તૂટ્યું છે તે સગર્ભાની વ્યથા
'નવમો મહિનો જાય છે, આજકાલમાં ડિલિવરી થશે તો મને ક્યાં નાખશે?', ઇસનપુરમાં જેમનું ઘર તૂટ્યું છે તે સગર્ભાની વ્યથા
પ્રકાશિત
'નવમો મહિનો જાય છે, આજકાલમાં ડિલિવરી થશે તો મને ક્યાં નાખશે?', આ શબ્દો છે અમદાવાદમાં ડિમોલિશન બાદ બેઘર બનેલાં સપનાબહેન દેવીપૂજકના. તેમને નવમો મહિનો ચાલી રહ્યો છે.
તાજેતરમાં અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી, તેના કારણે સપનાબહેન અને તેમનો પરિવાર બેઘર થઈ ગયો છે.
ત્રણ લોકોનો આ દેવીપૂજક પરિવાર પહેલાં ચંડોળા તળાવ પાસે રહેતો હતો, જોકે, થોડા મહિના પહેલાં ત્યાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે બેઘર બનેલા પરિવારે ઇસનપુરમાં આશરો લીધો હતો.
આ પરિવાર વધુ એક વખત મુશ્કેલીમાં મૂકાયો છે.
સપનાબહેનને પોતાનાં તથા આવનારાં બાળકનાં ભાવિ વિશે ચિંતા સતાવી રહી છે. તેમણે તંત્રને શું રજૂઆત કરી? જાણો, સપનાબહેને બીબીસીને વર્ણવેલી તેમની આપવીતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



