90 વર્ષનાં વૃદ્ધાએ કેવી રીતે પૌત્રના નામે કરેલી જમીન પાછી મેળવી?
90 વર્ષનાં વૃદ્ધાએ કેવી રીતે પૌત્રના નામે કરેલી જમીન પાછી મેળવી?
પ્રકાશિત
મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના રુઈ ગામમાં રહેતાં 90 વર્ષનાં હૌસાબાઈ લહાડેએ હાલમાં જ કોર્ટમાં એક ઐતિહાસિક લડાઈ જીતી છે.
તેમણે ગિફ્ટ ડીડથી તેમનાં પૌત્રને આપેલી જમીન પાછી લઈ લીધી.
હૌસાબાઈ લહાડે કહે છે, તેઓ મારાં પૌત્ર-પૌત્રીઓ અને પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે. એટલે મેં તેમને એ જમીન આપી દીધી હતી.
"જ્યારે મેં કહ્યું કે હું તેને બે એકર જમીન આપીશ તો તેણે ખેતીની બધી 8 એકર જમીન પોતાના નામે કરાવી લીધી. પછી મેં કહ્યું કે મારે આવું નથી કરવું. જો તે મારું ધ્યાન ના રાખવાનો હોય તો હું મારી જમીન એને કેમ આપું. હું કોર્ટમાં ગઈ. મેં કહ્યું મને મારી જમીન પાછી જોઈએ. જો તે મારું ધ્યાન રાખવાનો જ ના હોય તો એને જમીન આપવાનો શું ફાયદો?"

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



