અનાજ દળવાની આ ચક્કીઓ પાણીથી કેવી રીતે ચાલે છે?
અનાજ દળવાની આ ચક્કીઓ પાણીથી કેવી રીતે ચાલે છે?
પ્રકાશિત
સંગરુર જિલ્લાની આ પાણીથી ચાલતી ચક્કીઓ બ્રિટિશ રાજના છેલ્લા પ્રોજેક્ટોમાંની એક છે જે હજી પણ ચાલે છે. સંગરુરના દિરબા મત વિસ્તારના સુલેર ઘરત ગામમાં સરહદ ફીડર કેનાલ પર બાંધવામાં આવેલી આ ચક્કીએ હજી પણ લોકો અનાજ દળવા માટે આવે છે.
ઇતિહાસકાર રાજીવ જિંદાલ જણાવે છે કે ઇ.સ. 1892માં બ્રિટિશ સરકારે રજવાડાં સાથે કરાર કર્યા હતા, જે પછી પાણીના વિતરણ માટે નહેરોનું નેટવર્ક પાથરવામાં આવ્યું હતું અને નહેરો પર આ ચક્કીઓ બનાવવામાં આવી હતી.
લગભગ એક સદી પછી પણ પાણીથી ચાલતી ચક્કીઓ હજી પણ તેમના ઇતિહાસનો પુરાવો આપી રહી છે.
રતનલાલ છેલ્લાં 20 વર્ષથી આ ચક્કી ચલાવે છે. આ ચક્કીની એવી શું ખાસિયત છે કે લોકો હજી પણ ત્યાં અનાજ દળાવવા માટે આવે છે જાણો આ વીડિયો અહેવાલમાં....

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



