ગુજરાત : ગાંધીનગરમાં વ્યાયામશિક્ષકોનું આંદોલન, તેમની માગ શું છે?

ગુજરાત : ગાંધીનગરમાં વ્યાયામશિક્ષકોનું આંદોલન, તેમની માગ શું છે?
પ્રકાશિત

છેલ્લા દસેક દિવસથી રાજ્યનું પાટનગર ગાંધીનગર ફરી એક વાર આંદોલનનું મથક બની ગયું છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી હાલ આંદોલનકારીઓથી ખીચોખીચ છે.

સરકાર માટે રાજ્યના આરોગ્યકર્મીઓની હડતાળ માથાનો દુખાવો બનતી જઈ રહી છે, ત્યાં ગાંધીનગરમાં હવે રાજ્યના વ્યાયામશિક્ષકો હડતાળ પર ઊતર્યા છે.

સરકાર દ્વારા 11 માસના કરાર પર વ્યાયામશિક્ષકોની ભરતી કરાઈ હતી. પરંતુ હવે વ્યાયામશિક્ષકો ગુજરાતનાં બાળકોને કોણ શીખવાડશે યોગ એવા બેનર તળે સરકાર સામે રાજ્યભરમાંથી આંદોલને ચડ્યા છે.

આ દરમિયાન આંદોલનકારીઓની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી અને આંદોલનકારીઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.

વ્યાયામશિક્ષકોની માગ ખરેખર શું છે અને સરકાર તેમને શું પ્રતિક્રિયા આપી રહી છે?

જુઓ, આ મુદ્દે બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.