રક્ષાબંધન વિશેષ: માનસિક રીતે અસ્વસ્થ ભાઈને માતાની જેમ સાચવતી બહેનની કહાણી
રક્ષાબંધન વિશેષ: માનસિક રીતે અસ્વસ્થ ભાઈને માતાની જેમ સાચવતી બહેનની કહાણી
પ્રકાશિત
અંકલેશ્વરના 51 વર્ષનાં શીતલબહેન મોદી 48 વર્ષના ભાઈને બહેનની જેમ નહીં પણ માતાની જેમ સાચવે છે. અશ્વિનભાઈ માનસિક રીતે વિકલાંગ છે.
તેમનું મગજ 48 વર્ષની ઉંમરે પણ છ મહિનાના નાના બાળક જેવું છે. અશ્વિનભાઈને દૈનિક ક્રિયાઓ સહિત,કપડાં બદલાવાં, ભોજન કરાવવું જેવાં કામ પણ શીતલબહેન કરે છે.
શીતલબેન પહેલા બૅન્કમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં હતાં પરંતુ, માતા-પિતાના મૃત્યુ બાદ તેમનું સંપૂર્ણ જીવન ભાઈની દેખરેખમાં સમર્પિત છે. આ જ કારણ છે કે તેમણે આ જ દિવસ સુધી લગ્ન નથી કર્યાં.
આર્થિક પડકારોને લીધે શીતલબહેન ભાઈ સાથે ક્યારેક ઘરે તો ક્યારેક સૂરતના આશીર્વાદ માનવમંદિરમાં રોકાય છે.
આ સખાવતી સંસ્થામાં માનસિકરૂપે અસ્થિર તેમજ અંધ,બધીર, મૂક લોકોને આશ્રય આપવામાં આવે છે.
જુઓ તેમની કહાણી...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



