રાહત શિબિરમાં રહેતા દંપતીને 10 વર્ષ બાદ સંતાન થયું, પરંતુ ખુશી અધૂરી રહી
રાહત શિબિરમાં રહેતા દંપતીને 10 વર્ષ બાદ સંતાન થયું, પરંતુ ખુશી અધૂરી રહી
પ્રકાશિત
"અમારું ઘર પાણીમાં ડૂબેલું છે તો ઘરે જઈ શકતા નથી, મારા દીકરાનો જન્મદિવસ પણ ના ઊજવી શક્યાં."
આ શબ્દો સુરિન્દર કૌરના છે. આ પહેલા તેમને ગર્ભપાત થયો હતો અને ટેસ્ટટ્યૂબની પ્રક્રિયા પણ નિષ્ફળ રહી હતી. આ તેમની ત્રીજી પ્રૅગનન્સી છે. દસ વર્ષ પછી તેમના ઘરે બાળકનો જન્મ થયો છે.
આટલા લાંબા સંઘર્ષ પછી તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે પરંતુ તેમનું ઘર પૂરનાં પાણીમાં ડૂબેલું છે અને પરિવારજનો અલગ-અલગ રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે.
પુત્રના જન્મની તેમને ઉજવણી કરવી હતી પણ તે હવે અત્યારે શક્ય નથી.
પૂરના કારણે તેઓ નિરાશ છે પરંતુ બાળકના જન્મ પછી સરકાર તરફથી મળેલી મદદથી તેમને સંતોષ છે.
વધુ જુઓ વીડિયોમાં...






