દક્ષિણ કોરિયા : શ્રીમંત દેશમાં કેમ મહિલાઓ અધિકારો મામલે ભય અનુભવી રહી છે?
દક્ષિણ કોરિયા : શ્રીમંત દેશમાં કેમ મહિલાઓ અધિકારો મામલે ભય અનુભવી રહી છે?
પ્રકાશિત
દક્ષિણ કોરિયાની તમામ સફળતા એક તરફ પણ દેશમાં મહિલાઓના અધિકારોની પરિસ્થિતિ નાજુક છે.
અન્ય શ્રીમંત દેશોની સરખામણીએ અહીંયા જેન્ડર પે ગૅપ એટલે મહિલા અને પુરુષોના વેતનમાં મોટું અંતર છે, કંપનીના બોર્ડરૂમ અને રાજકારણમાં પુરુષોનું વર્ચસ્વ છે.
પરંતુ આ મુશ્કેલીને દૂર કરવાના બદલે દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ જાતીય સમાનતા માટે બનેલા તેમના મંત્રાલયને બંધ કરવા માગે છે.
જેના લીધે અહીંની મહિલાઓ ભયમાં છે કે અત્યાર સુધીની તેમની મહેનત અને લડાઈ પર પાણી ફરી વળશે.
બીબીસીના સોલ સંવાદદાતા જીન મૅકેન્ઝીએ આ મુદ્દે અહેવાલ તૈયાર કર્યો હતો. જેની અમુક જાતીય હુમલો અને આત્મહત્યાની વાતો કદાચ તમને વિચલિત કરી શકે તેમ છે.
જુઓ તેમની આ ખાસ રજૂઆત, માત્ર બીબીસી ગુજરાતી સાથે.





