You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તરણેતરનો મેળો : ગ્રામીણ ઑલિમ્પિક્સથી માંડીને લાડુ ખાવાની સ્પર્ધા સુધી
મુલાકાતીઓના રંગબેરંગી પોશાક, સુશોભિત છત્રીઓ અને દેશી રમતોની રમઝટથી ઊભરાતો ગુજરાતના સુરેન્દ્રનગરમાં આયોજિત થતો 'તરણેતરનો મેળો' ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની જાણે ઓળખ બની ગયો છે.
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરના મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામીણ ઑલિમ્પિક્સ યોજાઈ હતી, જે મેળાના મુલાકાતીઓના કુતૂહલના કેન્દ્રમાં રહી હતી.
આ ગ્રામીણ ઑલિમ્પિક્સમાં લાડુ ખાવાની સ્પર્ધામાં ભારે રસાકસી જોવા મળી.
આવું એટલા માટે છે કે છેલ્લાં 11 વર્ષથી આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવતા માવજીભાઈ કોળી પટેલ એટલે કે માવજીદાદા પણ પંગતમાં લાડવા ખાતા જોવા મળ્યા.
જોકે, તેઓ આ સ્પર્ધા બારમી વખત જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારે રસાકસીવાળી આ સ્પર્ધામાં વીંછિયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી 30 મિનિટમાં 30 લાડુ ખાઈને વિજેતા બન્યા હતા.
જેથી બળવંતભાઈ રાઘવાણીને બે હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
જુઓ, આ રસપ્રદ મુકાબલો માત્ર બીબીસી ગુજરાતી સાથે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન