ગુજરાત વિધાનસભા ચૂંટણી : ભાજપે કરી ઉમેદવારોની જાહેરાત, આ મંત્રીઓનાં પત્તાં કપાયાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી
    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની 160 બેઠક માટેના ઉમેદવારો ગુરુવારે જાહેર કર્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે વિધાનસભાની 182માંથી 160 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે 2017ની સરખામણીમાં 38 બેઠકો પર નવા ઉમેદવારો ઉતાર્યા છે.

જેમાં કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલને વીરમગામ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત કૉંગ્રસના હર્ષદ રિબડિયા જે 15 દિવસ અગાઉ જ ભાજપમાં જોડાયા હતા તેમને વિસાવદર બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે.

મોરબી પુલ દુર્ઘટના દરમિયાન પીડિતોને બચાવવાની જેમની કામગીરીના વીડિયો વાઇરલ થયા હતા, તે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ભાજપે મોરબીથી તેમના વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી બ્રિજેશ મેરજાના સ્થાને ફરી એકવાર ટિકિટ આપી છે.

બીબીસી

પ્રથમ યાદીમાં જાહેર કરાયેલા ઉમેદવારો

  • અબડાસા - પ્રદ્યુમ્નસિંહ જાડેજા
  • માંડવી - અનિરુદ્ધ દવે
  • અંજાર - ત્રિકમ છાંગા
  • ભુજ - કેશુભાઈ પટેલ
  • ગાંધીધામ (એસસી) - માલતીબહેન મહેશ્વરી
  • રાપર - વીરેન્દ્રસિંહ જાડેજા
  • દસાડા - પરષોત્તમ પરમાર
  • લિંબડી- કિરીટસિંહ રાણા
  • વઢવાણ - જિજ્ઞાબહેન પંડ્યા
  • ચોટીલા - શામજી ચૌહાણ
  • ધ્રાંગધ્રા - પ્રકાશ વરમોરા
  • મોરબી - કાંતિલાલ અમૃતિયા
  • ટંકારા - દુર્લભજી દેથરિયા
  • વાંકાનેર - જિતેન્દ્રભાઈ સોમાણી
  • રાજકોટ પૂર્વ - ઉદય કાંગડ
  • રાજકોટ પશ્ચિમ - ડૉ. દર્શિતા શાહ
  • રાજકોટ દક્ષિણ - રમેશ ટિલાળા
  • રાજકોટ ગ્રામ્ય - ભાનુ બાબરિયા
  • જસદણ - કુંવરજી બાવળિયા
  • ગોંડલ - ગીતાબા જાડેજા
  • જેતપુર - જયેશ રાદડિયા
  • કાલાવડ (એસસી) - મેઘજી ચાવડા
  • જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ
  • જામનગર ઉત્તર - રીવાબા જાડેજા
  • જામનગર દક્ષિણ - દિવ્યેશ અકબરી
  • જામજોધપુર - ચીમન સાપરિયા
  • દ્વારકા - પબુભા માણેક
  • પોરબંદર - બાબુભાઈ બોખિરિયા
  • માણાવદર - જવાહર ચાવડા
  • જૂનાગઢ - સંજય કોરડિયા
  • વિસાવદર - હર્ષદ રીબડિયા
  • કેશોદ - દેવાભાઈ માલમ
  • માંગરોળ - ભગવાનજી કરગઠિયા
  • સોમનાથ - માનસિંહ પરમાર
  • તાલાલા - ભગવાન બારડ
  • કોડિનાર (એસસી) - પ્રદ્યુમ્ન વાજા
  • ઊના - કાળુ રાઠોડ (કે. સી. રાઠોડ)
  • ધારી - જયસુખ કાકડિયા
  • અમરેલી - કૌશિક વેકરિયા
  • લાઠી - જનક તલાવિયા
  • સાવરકુંડલા - મહેશ કસવાલા
  • રાજુલા - હીરાભાઈ સોલંકી
  • મહુવા - શિવાભાઈ ગોહીલ
  • તળાજા - ગૌતમ ચૌહાણ
  • ગારિયાધાર - કેશુભાઈ નાકરાણી
  • પાલિતાણા - ભીખાભાઈ બારૈયા
  • ભાવનગર ગ્રામ્ય - પરષોત્તમ સોલંકી
  • ભાવનગર પશ્ચિમ - જિતેન્દ્ર વાઘાણી (જિતુ વાઘાણી)
  • ગઢડા (એસસી) - શંભુ પ્રસાદ ટુંડિયા
  • બોટાદ - ઘનશ્યામ વીરાણી
  • નાંદોદ - દર્શના દેશમુખ વસાવા
  • જંબુસર - દેવકિશોરજી સાધુ (ડીકે સ્વામી)
  • વાગરા - અરુણસિંહ રાણા
  • ઝઘડિયા (એસટી) - રિતેષ વસાવા
  • ભરૂચ - રમેશ મિસ્ત્રી
  • અંકલેશ્વર - ઈશ્વરસિંહ પટેલ
  • ઓલપાડ - મુકેશ પટેલ
  • માંગરોળ (એસટી) - ગણપત વસાવા
  • માંડવી (એસટી) - કુંવરજી હળપતિ
  • કામરેજ - પ્રફુલ પાનસેરિયા
  • સુરત પૂર્વ - અરવિંદ રાણા
  • સુરત ઉત્તર - કાંતિભાઈ બલ્લર
  • વરાછા - કિશોર (કુમાર) કાનાણી
  • કરંજ - પ્રવીણ ઘોઘારી
  • લિંબાયત - સંગીતા પાટીલ
  • ઊધના - મનુભાઈ પટેલ
  • મજૂરા - હર્ષ સંઘવી
  • કતારગામ - વિનોદ મોરડિયા
  • સુરત પશ્ચિમ - પૂર્ણેશ મોદી
  • બારડોલી (એસસી) - ઈશ્વર પરમાર
  • મહુવા (એસટી) - મોહનભાઈ ઢોડિયા
  • વ્યારા (એસટી) - મોહનભાઈ કોંકણી
  • નિઝર (એસટી ) - ડૉ. જયરામ ગામિત
  • ડાંગ (એસટી) - વિજય પટેલ
  • જલાલપુર - રમેશ પટેલ
  • નવસારી - રાકેશ દેસાઈ
  • ગણદેવી (એસટી) - નરેશ પટેલ
  • વાંસદા (એસટી) - પીયૂષ પટેલ
  • ધરમપુર (એસટી) -અરવિંદ પટેલ
  • વલસાડ - ભરત પટેલ
  • પારડી - કનુભાઈ દેસાઈ
  • કપરાડા (એસટી) - જિતુભાઈ ચૌધરી
  • ઉમરગામ (એસટી) - રમણ પાટકર
  • વાવ - સ્વરૂપજી ઠાકોર
  • થરાદ - શંકર ચૌધરી
  • ધાનેરા - ભગવાનજી ચૌધરી
  • દાંતા (એસટી) - લધુભાઈ પારઘી
  • વડગામ (એસસી) - મણીભાઈ વાઘેલા
  • પાલનપુર - અનિકેત ઠાકર
  • ડીસા - પ્રવીણ માળી
  • દિયોદર - કેશાજી ચૌહાણ
  • કાંકરેજ - કીર્તિસિંહ વાઘેલા
  • ચાણસમા - દિલીપ ઠાકોર
  • સિદ્ધપુર - બલવંતસિંહ રાજપૂત
  • ઊંઝા - કિરીટ પટેલ
  • વિસનગર -ઋષિકેશ પટેલ
  • બેચરાજી - સુખાજી ઠાકોર
  • કડી (એસસી) - કરસન સોલંકી
  • મહેસાણા - મુકેશ પટેલ
  • વિજાપુર - રમણ પટેલ
  • ઈડર (એસસી) - રમણલાલ વોરા
  • ખેડબ્રહ્મા (એસટી) - અશ્વિન કોટવાળ
  • ભિલોડા (એસટી) - પૂનમચંદ બરંડા
  • મોડાસા - ભીખુભાઈ પરમાર
  • બાયડ - ભીખીબહેન પરમાર
  • પ્રાંતીજ - ગજેન્દ્રસિંહ પરમાર
  • દહેગામ - બલરાજસિંહ ચૌહાણ
  • વીરમગામ - હાર્દિક પટેલ
  • સાણંદ - કનુભાઈ પટેલ
  • વેજલપુર - અમિત ઠાકર
  • એલિસબ્રિજ - અમિત શાહ
  • નારણ પુરા - જિતેન્દ્રભાઈ પટેલ
  • ઘાટલોડિયા - ભૂપેન્દ્ર પટેલ
  • નિકોલ - જગદિશ વિશ્વકર્મા
  • નરોડા - ડૉ. પાયલ કુકરાણી
  • ઠક્કરબાપા નગર - કંચનબહેન રાદડિયા
  • બાપુનગર - દિનેશસિંહ કુશવાહા
  • અમરાઈવાડી - ડૉ. હસમુખ પટેલ
  • દરિયાપુર - કૌશિક જૈન
  • જમાલપુર-ખાડિયા - ભૂષણ ભટ્ટ
  • મણીનગર - અમુલ ભટ્ટ
  • દાણીલીમડા (એસસી) - નરેશ વ્યાસ
  • સાબરમતી - ડૉ. હર્ષદ પટેલ
  • અસારવા (એસસી) - દર્શના વાઘેલા
  • દશક્રોઈ - બાબુભાઈ જમનાદાસ પટેલ
  • ધોળકા - કિરીટસિંહ ડાભી
  • ધંધુકા - કાળુભાઈ ડાભી
  • ખંભાત - મહેશ રાવલ
  • બોરસદ - રમણભાઈ સોલંકી
  • આંકલાવ - ગુલાબસિંહ પઢિયાર
  • ઉમરેઠ - ગોવિંદભાઈ પરમાર
  • આણંદ - યોગેશ પટેલ
  • સોજિત્રા - વિપુલ પટેલ
  • માતર - ક્લ્પેશ પરમાર
  • નડિયાદ - પંકજ દેસાઈ
  • મહુધા - સંજયસિંહ મહિડા
  • ઠાસરા - યોગેન્દ્રસિંહ પરમાર
  • કપડવંજ - રાકેશ ઝાલા
  • બાલાસિનોર - માનસિંહ ચૌહાણ
  • લુણાવાડા - જિજ્ઞેશ સેવક
  • સંતરામપુર (એસટી) - કુબેર ડિંડોર
  • શેહરા - જેઠાભાઈ આહીર (ભરવાડ)
  • મોરવા હડફ (એસટી) - નિમિષા સુથાર
  • ગોધરા - ચંદ્રસિંહ રાઓલજી (સીકે રાઓલજી)
  • કાલોલ - ફતેસિંહ ચૌહાણ
  • હાલોલ - જયદ્રથસિંહ પરમાર
  • ફતેપુરા (એસટી) - રમેશ કટારા
  • લિમખેડા (એસટી) - શૈલેષ ભાભોર
  • દાહોદ (એસટી) - કનૈયાલાલ કિશોરી
  • દેવગઢ બારિયા - બચુભાઈ ખાબડ
  • સાવલી - કેતન ઇનામદાર
  • વાઘોડિયા - અશ્વિન પટેલ
  • છોટાઉદેપુર (એસટી) - રાજેન્દ્રસિંહ રાઠવા
  • સંખેડા (એસટી) - અભેસિંહ તડવી
  • ડભોઈ - શૈલેશ મહેતા (શૈલેષ સોટ્ટા)
  • વડોદરા શહેર - મનીષાબહેન વકીલ
  • અકોટા - ચૈતન્ય દેસાઈ
  • રાવપુરા - બાલકૃષ્ણ શુક્લ
  • પાદરા - ચૈતન્યસિંહ ઝાલા
  • કરજણ - અક્ષય પટેલ
બીબીસી

પૂર્વ મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તું કપાયું

રાજેન્દ્ર ત્રિવેદી

ઇમેજ સ્રોત, TWITTER/RAJENDRATRIVEDI

ઇમેજ કૅપ્શન, રાજેન્દ્ર ત્રિવેદી

ભાજપે 160 બેઠક માટે જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, એ યાદીમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારમાં મંત્રીપદે રહી ચૂકેલા રાજેન્દ્ર ત્રિવેદી, પરમાર પ્રદીપભાઈ, ચૌહાણ અર્જુનસિંહ અને રૈયાણી અરવિંદભાઈ, આર. સી. મકવાણાને ટિકિટ આપવામાં આવી નથી.

નોંધપાત્ર છે કે, પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કૃષિમંત્રી આર.સી. ફળદુ, વિધાનસભાનાં અધ્યક્ષ ડૉ. નિમાબહેન આચાર્ય સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓએ બુધવારે સાંજે એકસાથે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

ભારતીય જનતા પક્ષે આગામી વિધાનસભાની ચૂંટણી માટે જાહેર કરેલી 160 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 14 મહિલાઓને ટિકિટ આપી છે.

નોંધપાત્ર બાબત એ છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 12 મહિલા ઉમેદવારોને જ ટિકિટ આપી હતી. આ યાદીમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલાં બે મહિલા નેતા મનીષાબહેન વકીલ અને નિમિષાબહેન સુથારને ફરી ટિકિટ આપવામાં આવી છે.

જાહેર કરાયેલાં મહિલા 14 ઉમેદવારો પૈકી ત્રણ અનુસૂચિત જાતિનાં છે અને એક ઉમેદવાર અનુસૂચિત જનજાતિનાં છે.

બીબીસી

2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી, પણ અત્યારે તેના 111 ધારાસભ્યો છે

ગુજરાતમાં સત્તા પક્ષ ભાજપ ‘વિકાસના મુદ્દે’ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં સત્તા પક્ષ ભાજપ ‘વિકાસના મુદ્દે’ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતની ચૂંટણીમાં અત્યાર સુધી 25 વર્ષથી વધારે સમય સુધી સત્તામાં રહેનારા ભાજપ અને સત્તાથી દૂર રહેનારી કૉંગ્રેસ વચ્ચે જંગ જામતી હતી. જોકે, આ વખતે આમ આદમી પાર્ટી પણ છે.

ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 100ના આંકડા સુધી પણ પહોંચી શક્યો ન હતો. પક્ષને 99 બેઠકો મળી હતી. તેમજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ એ સમયની ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરવાની સાથે 77 બેઠકો મેળવી હતી. પરંતુ કૉંગ્રેસ સત્તાથી દૂર જ રહી જવા પામી હતી.

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આ વખતે મોંઘવારી, શિક્ષણ, બેરોજગારી અને વ્યાપક વિકાસના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. એક તરફ ગુજરાતમાં સત્તા પક્ષ ભાજપ ‘વિકાસના મુદ્દે’ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે, તો કૉંગ્રેસ અને આપ ‘મોંઘવારી, ભ્રષ્ટાચાર અને શાસનમાં જડતા’થી ‘જનતામાં રોષ’ હોવાની વાત કરી રહ્યા છે.

જોકે, 2017માં માત્ર 99 બેઠકો પર વિજય મેળવ્યા બાદ ભાજપે કૉંગ્રેસના ધારાસભ્યોને પોતાની સાથે જોડવાનું શરૂ કર્યું. વર્ષ 2022 સુધીમાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને પેટાચૂંટણી લડીને ભાજપ માટે વિજેતા બનેલા ધારાસભ્યોને ધ્યાનમાં લઈએ તો હાલ વિધાનસભામાં ભાજપના કુલ ધારાસભ્યોની સંખ્યા 111 છે.

ગ્રે લાઇન
બીબીસી
બીબીસી