You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન : ઇમરાન ખાનની પાર્ટીના સાત સાંસદો સહિત 55 લોકો સામે આંતકવાદ નિરોધી કાયદા અંતર્ગત કેસ દાખલ - ન્યૂઝ અપડેટ
ઇસ્લામાબાદ પોલીસે 55 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના સાત સાંસદ પણ સામેલ છે.
આરોપ છે કે આ લોકો રેડ ઝોનમાં વિરોધ કરી રહ્યા હતા અને પોલીસને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યા હતા.
આ કેસ સેક્રેટેરિએટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો છે. ફરિયાદ એક પોલીસ ઑફિસરે કરી હતી. કેસ આતંકવાદ નિરોધી કાયદા અંતર્ગત દાખલ કરાયો છે.
સંગજાની પોલીસ સ્ટેશનના એસએચઓ મોહમ્મદ ઇસહાકે કહ્યું કે તેઓ 15 ફેબ્રુઆરીના રોજ પાર્લમેન્ટ લૉજ અને પાર્લમેન્ટ હાઉસ સામે ડ્યૂટી પર હતા. એ સમયે પીટીઆઇના સાત સાંસદ અને અન્ય કાર્યકર્તા વિરોધ કરી રહ્યા હતા.
ફરિયાદી અનુસાર, જ્યારે પોલીસે તેમને રોક્યા તો તેમણે ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી. તેમણે કહ્યું કે જો કોઈએ તેમને રોકવાના પ્રયાસ કર્યા તો તેઓ ત્યાંથી જીવિત નહીં જાય.
દાખલ કરાયેલા કેસમાં લખાયું છે કે વિરોધીઓ ની સંખ્યા લગભગ 50-55 હતી. એ પૈકી ઘણા પાસે બંદૂકો, દંડા અને અન્ય વસ્તુઓ હતી.
બીજી તરફ, પોલીસે સંસદ ભવન બહાર વિરોધ કરનારા ચાર લાકોની ધરપકડ કરી છે. તેમને આતંકવાદ નિરોધી કોર્ટમાં રજૂ કરાયા, જ્યાંથી પોલીસને પાંચ દિવસનો રિમાન્ડ મળ્યો છે.
રાજપાલ યાદવ જેલમાંથી છૂટશે, સજા પર વચગાળાનો સ્ટે મળ્યો
દિલ્હી હાઇકોર્ટે ઍક્ટર રાજપાલ યાદવની સજા પર વચગાળાનો સ્ટે આપી દીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાર ઍન્ડ બેન્ચ પ્રમાણે કેસની આગામી સુનાવણી 18 માર્ચના રોજ થશે, ત્યાં સુધી રાજપાલ જેલમાંથી બહાર હશે.
રાહત આપતી વખતે કોર્ટે એવું નોંધ્યું કે પ્રતિવાદીના બૅન્ક ખાતામાં દોઢ કરોડ રૂપિયા જમા કરાવાયા છે.
કોર્ટે સજા પર એવી શરત સાથે રોક લગાવી કે યાદવ એક લાખ રૂપિયાના અંગત જામીનખત અને એટલી જ રકમના જામીન રજૂ કરશે.
રાજપાલ યાદવના મૅનેજર ગોલ્ડી જૈને કોર્ટના નિર્ણય બાદ બીબીસી ન્યૂઝના સહયોગ પત્રકાર રવિ જૈનને કહ્યું કે, "આ નિર્ણયથી તેમના તમામ ચાહકો ખૂબ ખુશ થશે. તમામ કાનૂની પ્રક્રિયાઓ બાદ રાજપાલ યાદવ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે, બસ થોડી રાહ જોવી પડશે."
નોંધનીય છે કે નવ કરોડ રૂપિયાના બાકી અને ચેક બાઉન્સ મામલામાં રાજપાલ યાદવે ફરિયાદીના ખાતામાં દોઢ કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે, જે બાદ કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી દીધી અને તેમને જામીન આપવાનો નિર્ણય કર્યો.
ગાઝા પર ઇઝરાયલી હુમલામાં 11નાં મોત
પેલેસ્ટાઇનના સિવિલ ડિફેન્સ અને આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સવારે ગાઝામાં ઇઝરાયલી હુમલામાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે.
રેડ ક્રોસે જણાવ્યું કે ઉત્તર ગાઝામાં એક કૅમ્પ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા, જ્યારે ગાઝાના દક્ષિણમાં એક હુમલામાં પાંચ લોકોનાં મોત થયાં છે.
ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે હમાસ દ્વારા સીઝફાયરની શરતોનો ભંગ થવાથી તેના જવાબમાં આતંકી ઠેકાણાં પર હુમલા કરવામાં આવ્યા છે.
ઇઝરાયલ અને હમાસ - બંનેએ 10 ઑક્ટોબરે લાગુ થયેલી સીઝફાયર ડીલ પછી એકબીજા પર સંઘર્ષવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.
હમાસના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સંઘર્ષવિરામ લાગુ થયા પછી અત્યાર સુધીમાં લગભગ 600 લોકોનાં મોત થયાં છે.
ઈશાન કિશનના શાનદાર દેખાવ પર તેમના માતાએ શું કહ્યું?
ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતીય ઓપનર ઈશાન કિશનની શાનદાર બેટિંગની ચર્ચા રહી. ઈશાને માત્ર 40 બૉલમાં 77 રન બનાવ્યા હતા.
કોલંબોમાં રમાયેલા આ મૅચમાં જબjજસ્ત દેખાવના કારણે ઈશાન કિશનને પ્લેયર ઑફ ધ મૅચનો ઍવૉર્ડ અપાયો છે.
ઈશાન કિશનનાં માતા સુચિત્રાસિંહે પોતાના પુત્રના આ દેખાવ પર ખુશી વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે "આખી ટીમને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. ભારતે જીત મેળવી તેનો આનંદ છે. બસ આ રીતે જ રમતા જાવ અને આગળ વધતા જાવ, આ જ મારા આશીર્વાદ છે."
રિપોર્ટરોએ જ્યારે પૂછ્યું કે "ઈશાન કિશન સાથે ક્યારે વાત થઈ હતી, ત્યારે તેમણે કહ્યું કે આજે (રવિવારે) જ વાત થઈ હતી, પરંતુ રમત વિશે કોઈ વાત નહોતી થઈ."
આઇસીસી ટી20 વર્લ્ડકપના રવિવારે રમાયેલી મૅચમાં ભારતે પાકિસ્તાનને 61 રને હરાવ્યું અને હવે સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
ભારત સામે હારવા છતાં પાકિસ્તાને આ રેકૉર્ડ બનાવ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાયેલી ટી20 વર્લ્ડકપના મૅચમાં પાકિસ્તાન હારી ગયું, છતાં એક રસપ્રદ રેકૉર્ડ બન્યો છે.
આઇસીસી ટી 20 વર્લ્ડકપની 27મી મૅચમાં ભારતે પાકિસ્તાનને 61 રને હરાવ્યું છે. આ સાથે જ ભારત સુપર-8 રાઉન્ડમાં પહોંચી ગયું છે.
ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં પહેલી વખત પાકિસ્તાને છ સ્પિનરોનો ઉપયોગ કર્યો અને રેકૉર્ડ બનાવ્યો. અગાઉ કોઈ પણ ટીમે વર્લ્ડકપની એક જ મૅચમાં છ સ્પિનરો પાસે બૉલિંગ કરાવી નથી. પાકિસ્તાને આ મૅચમાં સ્પિનરો પાસે 18 ઓવર ફેંકાવી હતી.
પાકિસ્તાન આમ તો પોતાના ફાસ્ટ બૉલરો માટે જાણીતું છે, પરંતુ આ મૅચમાં માત્ર બે ઓવર ફાસ્ટ બોલરને આપવામાં આવી હતી. શાહીનશાહ આફ્રિદીએ બે ઓવર ફેંકી અને બંને બહુ મોંઘી સાબિત થઈ.
પાકિસ્તાન અગાઉ ઑક્ટોબર 2012માં ટી 20 વર્લ્ડકપ વખતે આ મેદાન પર જ ઑસ્ટ્રેલિયા સામે સ્પિનરો પાસે 18 ઓવર ફેંકાવી હતી. તે મૅચમાં પાકિસ્તાન જીતી ગયું હતું, પરંતુ આ વખતે એવું નથી થયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન