બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ, નવરાત્રિમાં ક્યા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે?

બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ, નવરાત્રિમાં ક્યા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહ્યા પછી હવે વરસાદ ઘટતો જાય છે, છતાં હજુ ત્રણ દિવસ સુધી વરસાદ પડશે તેવી આગાહી છે.

બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ રચાવાની શક્યતા છે.

જો બંગાળની ખાડીમાં રચાયેલી નવી સિસ્ટમ મહારાષ્ટ્ર બાદ ગુજરાત તરફ આગળ વધશે તો શનિવારથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત અને ત્યાર બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમ પસાર થતા ભારે વરસાદ પડી શકે છે.

નવી સિસ્ટમને કારણે 25 અને 26 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા બહુ જ ઓછી છે, પરંતુ 27 સપ્ટેમ્બરથી લઈને 29 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

આ નવી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ક્યાં સુધી રહેશે? બંગાળની ખાડીમાં રચાયેલી નવી સિસ્ટમથી ગુજરાતના કયા વિસ્તારોમાં, કેટલો વરસાદ પડશે? એ વિગતે જાણવા માટે જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન