બ્લડ મની : એ વ્યવસ્થા જેનાથી યમનમાં ફસાયેલાં ભારતીય નર્સ નિમિષા પ્રિયા ફાંસીથી બચી શકે છે

બ્લડ મની : એ વ્યવસ્થા જેનાથી યમનમાં ફસાયેલાં ભારતીય નર્સ નિમિષા પ્રિયા ફાંસીથી બચી શકે છે
પ્રકાશિત

યમનમાં ભારત મૂળનાં નર્સ નિમિષા પ્રિયાને હત્યાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. તેમની ઉપર હત્યાના કેસમાં સંડોવણીનો આરોપ છે.

વર્ષ 2008માં 19 વર્ષની ઉંમરે નિમિષા પ્રિયા યમન પહોંચ્યાં હતાં. તેઓ ત્યાં કામ કરીને પરિવારને ગરીબીની ગર્તામાંથી બહાર કાઢવાં માંગતાં હતાં. સ્થિતિ સુધરતા તેમણે યમનમાં પોતાનું ક્લિનિક પણ શરૂ કર્યું.

હવે, ફાંસીની સજાને કારણે નિમિષાના જીવન પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. પરિવારે તેમને બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

જેમાં ભારત સરકાર દ્વારા કૂટનીતિક દરમિયાનગીરી ઉપરાંત બ્લડ મની ચૂકવવાના વિક્લપનો પણ સમાવેશ થાય છે, જેનાથી નિમિષાની સજા ઘટી શકે છે અથવા માફ પણ થઈ શકે છે.

ઇસ્લામિક કાયદા હેઠળ 'બ્લડ મની' શું છે તથા તેનાથી નિમિષાનો વીડિયો કઈ રીતે બચી શકે તેમ છે, જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.