ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ આગળ વધી, ત્રણ દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી

વીડિયો કૅપ્શન, ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ આગળ વધી, ત્રણ દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી
ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ આગળ વધી, ત્રણ દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી
પ્રકાશિત

ગુજરાતમાં તમામ જિલ્લામાં સક્રિય થયેલું ચોમાસું થોડા સમય માટે થંભી ગયું છે અને હવે ફરી વરસાદ પડે તેવી શક્યતા છે.

જોકે છેલ્લા પાંચ-છ દિવસથી રાજ્યના કેટલાક જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં 23 અને 24 જુલાઈએ ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરેલાં છે. આ દરમિયાન ધીમું પડેલું ચોમાસું ફરી સક્રિય થાય અને વધુ વરસાદ પડે તેવી પ્રબળ શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાલુ સિઝન દરમિયાન પડેલા વરસાદને કારણે રાજ્યનાં જળાશયોમાં પણ પાણીની આવક વધી છે.

ગુજરાત જળસંપત્તિ વિભાગના 27 જુલાઈ, 2026ના અહેવાલ પ્રમાણે, રાજ્યનાં કુલ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. રાજ્યનાં 13 ડૅમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 21 ડૅમ 'હાઈ ઍલર્ટ' પર છે.

જોકે રાજ્યના કેટલાક જિલ્લા એવા પણ છે, જ્યાંના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી.

28 જુલાઈએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની નજીક ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર બનેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, 28 જુલાઈએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની નજીક ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર બનેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન