સાઉદી અરેબિયામાં મૃત્યુદંડ આપવાનું પ્રમાણ બમણું થયું, શું છે કારણ?
સાઉદી અરેબિયામાં મૃત્યુદંડ આપવાનું પ્રમાણ બમણું થયું, શું છે કારણ?
પ્રકાશિત
સાઉદી અરેબિયામાં પાછલા કેટલાક સમયથી મૃત્યુદંડની સજા આપવાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.
નવા સંશોધન અનુસાર નવા રાજવીના નેતૃત્વમાં સાઉદી અરેબિયામાં ફાંસીની સજાના કિસ્સા લગભગ બમણા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
દેશના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પરિવર્તનનું વચન અપાયા છતાં પરિસ્થિતિ અગાઉ કરતાં વધુ વણસી છે.
કૅમ્પેન ગ્રૂપ રિપ્રેવે આ અંગે તૈયાર કરેલો રિપોર્ટ પ્રકાશિત કરતાં પહેલાં ખાસ બીબીસીને બતાવ્યો હતો, જેમાં આ ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ રિપોર્ટ અનુસાર આંતરાષ્ટ્રીય ધારાધોરણોને અવગણીને ઘાતક ન હોય તેવા ગુનાઓમાં પણ દેસમાં મૃત્યુ દંડની સજા અપાઈ છે.
પરંતુ આખરે પાછલા અમુક સમયમાં સાઉદી અરેબિયામાં એવું તો શું બદલાઈ ગયું કે મૃત્યુ દંડ આપવાના કિસ્સા બમણા થઈ ગયા?
કારણ જાણવા અને સમગ્ર અહેવાલ માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.





