Gujarat Rain : ગુજરાતમાં આવનારા દિવસોમાં ચોમાસાનું જોર કેવું રહેશે? શું છે આગાહી?

Gujarat Rain : ગુજરાતમાં આવનારા દિવસોમાં ચોમાસાનું જોર કેવું રહેશે? શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે 10 જુલાઈથી 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત બીજા વિસ્તારોમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધી કુલ વરસાદના 47.54 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. હજી જુલાઈ મહિનાના 10 દિવસ જ પૂરા થયા છે અને ત્યાં સુધીમાં રાજ્યમાં 50 ટકાની નજીકનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન