ગુજરાત: સાયન્સ નહીં, સોશિયલ સાયન્સ માટે સ્વખર્ચે લૅબ તૈયાર કરનારાં શિક્ષિકા

વીડિયો કૅપ્શન, Banaskantha Teacher : આ શિક્ષકે વિદ્યાર્થીઓ માટે કર્યું એવું કામ જેની ચારેય કોરથી સરાહના થઈ રહી છે
ગુજરાત: સાયન્સ નહીં, સોશિયલ સાયન્સ માટે સ્વખર્ચે લૅબ તૈયાર કરનારાં શિક્ષિકા
પ્રકાશિત

બનાસકાંઠાની ચાંગા સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષિકા પન્હાજબહેને વિદ્યાર્થીઓને નિરસ લાગતા સામાજિક વિજ્ઞાનના વિષયને રસપ્રદ બનાવવા માટે સોશિયલ સાયન્સ લૅબ તૈયાર કરી છે.

પન્હાજબહેને સરકારી ગ્રાન્ટ ઉપર નિર્ભર ન રહેતાં પોતાની આવકમાંથી થોડી-થોડી રકમ તૈયાર કરીને વિજ્ઞાનની પ્રયોગશાળા જેવી જ સોશિયલ સાયન્સની લૅબ શાળામાં ઊભી કરી છે.

પ્લે કાર્ડ, મૅજિક કાર્ડ, સાપસીડી અને પાસા જેવી ઘણી રમતો રમતાં ધોરણ છ થી આઠના સામાજિક વિજ્ઞાનના સમગ્ર પાઠ્યક્રમને સરળતાથી યાદ રાખી લે છે. જુઓ આ પહેલ અંગે બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બનાસકાંઠામાં મહિલા શીક્ષિકાએ સોશિયલ સાયન્સની લૅબોરેટરી સ્થાપી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.