ગુજરાત : એ આદિવાસી કલાકાર જેણે દુનિયામાં નામ કર્યું છતાં મજૂરી કરે છે

ગુજરાત : એ આદિવાસી કલાકાર જેણે દુનિયામાં નામ કર્યું છતાં મજૂરી કરે છે
પ્રકાશિત

ગુજરાતના આદિવાસી કલાકારની મૂર્તિઓ યુકેની કૅમ્બ્રિજ યુનિવર્સિટી લઈ ગઈ છે અને સાચવી રાખી છે.

જોકે દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર આ કલાકાર ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના એક નાના ગામ ગાંઠિયામાં ગુમનામ જિંદગી જીવે છે.

તેમની મૂર્તિઓ બદલ સરકારે તેમનું સન્માન કર્યું પણ હવે તેઓ મજૂરીકામ કરવા માટે મજબૂર છે.

આ આદિવાસી કલા અને કલાકારમાં એવું તો શું છે કે દુનિયાભરમાં લોકો તેમનાં વખાણ કરી રહ્યા છે.

 

વીડિયો અહેવાલ - પાર્થ પંડ્યા, શૂટ - વિપુલ, સલમાન મેમણ, ઍડિટ - રવિ પરમાર