નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લામાં પડશે ભારે વરસાદ

નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લામાં પડશે ભારે વરસાદ
પ્રકાશિત

સોમવારથી બે દિવસ માટે ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો વરતારો છે.

બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાત પર આવી છે, આ સિસ્ટમ રાજ્ય પર પહોંચતા ફરી ચોમાસું સક્રિય થયું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

આ સિસ્ટમની સાથે-સાથે દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા સર્જાયેલી છે, જેની અસર પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થઈ રહી છે.

ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની પ્રેસ રિલીઝ મુજબ, સોમવાર સવારની સ્થિતિ પ્રમાણે, રાજ્યનાં 45 જળાશય સંપૂર્ણપણે છલકાઈ જતાં હાઈઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય સાત જળાશય 90થી 100 ટકા પાણીથી ભરાયાં છે.

સરદાર સરોવર ડૅમ તેની કુલ ક્ષમતાના 53.37 ટકા જેટલો ભરાયો છે. આ સિવાયનાં 206 જળાશય તેની સરેરાશ ક્ષમતાના 47.19 ટકા જેટલો નોંધાયેલો છે.