સુરતમાં હજારો મહિલાઓ સાડી અને સ્પૉર્ટ્સ શૂઝ પહેરીને કેમ ચાલવા નીકળી?

સુરતમાં હજારો મહિલાઓ સાડી અને સ્પૉર્ટ્સ શૂઝ પહેરીને કેમ ચાલવા નીકળી?
પ્રકાશિત

સુરતમાં 15 હજાર જેટલાં મહિલાઓએ સાડી પહેરીને સમૂહમાં ચાલવાના આ અનોખા આયોજન એટલે કે સાડી વૉકેથૉનમાં ભાગ લીધો.

મહિલાઓ અલગ અલગ કલર કોડ , પટોળાં, ઘરચોળું કે નવવારી સહિત અલગ અલગ સ્ટાઇલની સાડીમાં જોવા મળ્યાં.

સુરતના અઠવા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પૉઇન્ટ સુધી ત્રણ કિલોમિટર સુધી સાડી વૉકેથૉન યોજાઈ જેની શરૂઆત વહેલી સવારે યોગ, ગરબાથી કરવામાં આવી હતી.

20 વર્ષની યુવતીઓથી લઈ 80 વર્ષના વૃદ્ધ મહિલાઓએ ઉત્સાહથી આ સાડી વૉકેથૉનમાં ભાગ લીધો હતો.