એ ગામ જ્યાં પાણીની સમસ્યા બની રહી છે ‘ઘરકંકાસનું કારણ’

વીડિયો કૅપ્શન, એ ગામ જ્યાં પાણીની સમસ્યા બની રહી છે ‘ઘરકંકાસનું કારણ’
એ ગામ જ્યાં પાણીની સમસ્યા બની રહી છે ‘ઘરકંકાસનું કારણ’
પ્રકાશિત

ઉનાળાની શરૂઆત થતાં જ મહારાષ્ટ્રનું આ ગામ પાણી માટે મોહતાજ બની જાય છે.

નાસિકનું માઝર ગામ પાણીની તીવ્ર ખેંચ અનુભવે છે.

ઉનાળામાં મહિલાઓએ ધગધગતા તાપમાં પાણી માટે દૂર-દૂર સુધી રઝળપાટ કરવી પડે છે.

ગામલોકોની ફરિયાદ છે કે આ ગામની પાણીની સમસ્યા એટલી વિકટ બની ગઈ છે કે અહીં લગ્નવાંછુઓનાં લગ્ન પણ સમયસર નથી થઈ રહ્યાં.

લગ્ન માટે માતાપિતા આ ગામમાં પોતાની દીકરી આપતાં ખચકાટ અનુભવે છે.

આ સિવાય નવપરિણીત યુવતીઓ પણ આ ગામમાં લગ્ન કરવાને કારણે મૂંઝવણ અનુભવે છે, અને અવારનવાર પાણીની સમસ્યાનો મુદ્દો ઘરકંકાસનું કારણ પણ બની જાય છે.

જાણો, આ ગામ અને પાણી સાથે સંકળાયેલી સામાજિક સમસ્યાની સંપૂર્ણ કહાણી.

પાણીની અછત લગ્ન ગામડું મહારાષ્ટ્ર બીબીસી ગુજરાતી
રેડ લાઇન
રેડ લાઇન