લોકો વીજળીનો ઉપયોગ કરે પણ બિલ ના ભરવું પડે, મસાલી ગામમાં એવું કઈ રીતે શક્ય બન્યું?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
લોકો વીજળીનો ઉપયોગ કરે પણ બિલ ના ભરવું પડે, મસાલી ગામમાં એવું કઈ રીતે શક્ય બન્યું?
પ્રકાશિત

બનાસકાંઠાનું મસાલી ગામ બહુ ખાસ છે. કારણ.... અહીં લોકો વીજળી ગમે તેટલી ઉપયોગમાં લે પણ આખા ગામમાં એકેય માણસે લાઇટ બિલ નથી ભરવું પડતું. પણ આ થયું કેવી રીતે?

મસાલી ગામમાં આશરે 800 લોકો રહે છે. અહીં લોકોએ સરકારની સબસીડી અને 50 ટકા રકમ ગામલોકોએ ભેગી કરી 119 ઘર પર સોલાર રૂફટૉપ લગાવ્યાં.

જેમાંથી કુલ 225.5 કિલોવૉટ વીજળી મળે છે. આનાથી ગામની અંધારપટ અને વીજકાપની સમસ્યા દૂર થઈ સાથે વધારાની વીજળીથી ગામલોકોને કમાણી પણ થાય છે.

આ ગામ કઈ રીતે સોલર વિલેજ બન્યું?

જુઓ આ વીડિયોમાં...

લોકો વીજળીનો ઉપયોગ કરે પણ બિલ ના ભરવું પડે, મસાલી ગામમાં એવું કઈ રીતે શક્ય બન્યું?
ઇમેજ કૅપ્શન, લોકો વીજળીનો ઉપયોગ કરે પણ બિલ ના ભરવું પડે, મસાલી ગામમાં એવું કઈ રીતે શક્ય બન્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.