You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છનાં એ ગામ જ્યાં ઘરનાં સરનામાં પર જોવા મળે છે દીકરી-વહુનાં નામ, પરંતુ આવું કેમ?
કચ્છનાં એ ગામ જ્યાં ઘરનાં સરનામાં પર જોવા મળે છે દીકરી-વહુનાં નામ, પરંતુ આવું કેમ?
પ્રકાશિત
કચ્છના માંડવી તાલુકામાં આવેલાં મસ્કા અને આંગિયા ગામમાં ઘરની બહાર તમને દીકરીઓ અને વહુના નામની નેમપ્લેટ જોવા મળે છે. અહીં ગામ લોકોએ નક્કી કર્યું કે તેમની ઘરની બહાર હવે દીકરીઓ કે વહુનાં નામની નેમપ્લેટ લગાવીશું. પરંતુ ગામલોકોએ આવું શા માટે કર્યું?
મોટા અંગીયા ગામના સરપંચ ઇકબાલ ઘાંચી આ વિશે કહે છે કે, "ઘરની ઓળખ હંમેશા પુરુષથી થતી હોય છે. આ વિચારને બદલીને દીકરીઓનું આત્મવિશ્વાસ વધે તે હેતુથી અમે આ નવતર પ્રયોગ કર્યો છે. આ હેઠળ ગામના દરેક ઘરમાં નેમ પ્લેટ ઘરની દીકરી અને વહુના નામે કરી છે."