ગુજરાતમાં ચાલી રહેલી શીતલહેર પર વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સથી શું અસર થશે?

ગુજરાતમાં ચાલી રહેલી શીતલહેર પર વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સથી શું અસર થશે?
પ્રકાશિત

હાલ ગુજરાતમાં કૉલ્ડવૅવ એટલે કે શીતલહેર ચાલી રહી છે, જેના કારણે રાજ્યભરમાં ભારે ઠંડી પડી રહી છે.

કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાનનું તાપમના 10 ડિગ્રીથી પણ નીચે ઊતરી જાય છે.

આગામી દિવસો દરમિયાન જમ્મુ-કાશ્મીરની ઉપર વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. તેની ગુજરાત પર પણ અસર જોવા મળશે.

બીજી બાજુ, અંદમાન નિકોબાર પાસે દરિયામાં લૉ-પ્રેશર એરિયા સર્જાઈ રહ્યું છે, જે ભારતના ભૂભાગ તરફ આગળ વધશે, જેના કારણે વરસાદ પડવાની સંભાવના હોય છે. ત્યારે શું ગુજરાતમાં તેના કારણે ભરશિયાળે વરસાદ પડશે? જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.