પશ્ચિમ આફ્રિકા, નશીલી દવા અને તેનું ભારત સાથે કનેક્શન

વીડિયો કૅપ્શન, West Africa માં નશો ફેલાવતી ભારતીય ફાર્મા કંપની | BBC investigations
પશ્ચિમ આફ્રિકા, નશીલી દવા અને તેનું ભારત સાથે કનેક્શન
પ્રકાશિત

એક ભારતીય દવા કંપની નશાની લત લગાવનારા ઓપિઓઇડ્ઝનું લાઇસન્સ વિના ઉત્પાદન કરીને પશ્ચિમ આફ્રિકામાં તેની ગેરકાયદે નિકાસ કરી રહી હોવાનો ચોંકાવનારો અહેવાલ બીબીસી આઈની તપાસમાં બહાર આવ્યો હતો. પશ્ચિમ આફ્રિકામાં આ સ્થિતિ જાહેર આરોગ્યની કટોકટીનું સ્વરૂપ ધારણ કરી રહી છે.

મુંબઈ સ્થિત એવિઓ ફામાર્સ્યુટિકલ્સ વિવિધ પ્રકારની પિલ્સ બનાવે છે, જે જુદા-જુદા બ્રાન્ડ નેમ્સ ધરાવે છે અને આ દવાઓને માન્યતા પ્રાપ્ત દવાઓની માફક પૅક કરવામાં આવે છે. પરંતુ, આ તમામ દવાઓમાં નુકસાન પહોંચાડતાં તત્વોનું એક જ મિશ્રણ હોય છેઃ ટેપેન્ટાડોલ (એક શક્તિશાળી ઓપિઓઈડ અને કારિસોપ્રોડોલ (સ્નાયુઓને હળવા કરતી દવા). અત્યંત નશીલી આ દવા પર યુરોપમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

વિશ્વમાં અન્યત્ર ક્યાંયે દવાઓનાં આ સંયોજનોને ઉપયોગ માટે લાઇસન્સ આપવામાં આવ્યું નથી અને તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. એટલું જ નહીં, તેના ઓવરડોઝથી વ્યક્તિનું મોત થઈ શકે છે. આવાં જોખમો છતાં આ ઓપિઓઇડ્ઝ ઘણી સસ્તી અને સહેલાઈથી મળી રહેતી હોવાથી પશ્ચિમ આફ્રિકાના ઘણા દેશોમાં સ્ટ્રીટ ડ્રગ્ઝ તરીકે લોકપ્રિય છે.

બીબીસી વર્લ્ડ સર્વિસને ઘાના, નાઇજીરિયા અને આઇવરીના માર્ગો પર એવિઓના લોગો સાથેનાં પૅકેટ્સ જોવા મળ્યાં હતાં.

ભારતમાં એવિઓની ફૅક્ટરીમાં ડ્રગ્ઝની તપાસ કર્યા બાદ બીબીસીએ તેના એક અન્ડરકવર ઑપરેટિવને નાઇજીરિયામાં ઓપિઓઈડ્ઝની સપ્લાય કરવા માગતા આફ્રિકન બિઝનેસમેનના સ્વાંગમાં ફૅક્ટરીની અંદર મોકલ્યા.

બીબીસી આઈ, ભારતીય ફાર્મા કંપની, નશો, એક ભારતીય દવા કંપની નશાની લત લગાવનારા ઓપિઓઇડ્ઝનું લાઇસન્સ વિના ઉત્પાદન કરીને પશ્ચિમ આફ્રિકામાં તેની ગેરકાયદે નિકાસ કરી રહી હોવાનો ચોંકાવનારો અહેવાલ બીબીસી આઈની તપાસમાં બહાર આવ્યો હતો. પશ્ચિમ આફ્રિકામાં આ સ્થિતિ જાહેર આરોગ્યની કટોકટીનું સ્વરૂપ ધારણ કરી રહી છે. ઓપિઓઈડ અને કારિસોપ્રોડોલ, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.