ગુજરાતના કયા વિસ્તારોમાં પવનની ગતિ વધશે, ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ?

ગુજરાતના કયા વિસ્તારોમાં પવનની ગતિ વધશે, ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ?
પ્રકાશિત

ગુજરાતમાં હવામાનમાં ફેરફાર ક્યારથી થવાનો છે, આગામી દિવસોમાં કેટલી ગરમી પડવાની છે અને વરસાદ કેટલો દૂર છે?

સેટેલાઈટ તસવીરો પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા દેખાય છે.

ગુજરાતમાં આજે પવનની ગતિ વધારે છે જે આવતીકાલે પણ જળવાઈ શકે છે.

હવામાનના લેટેસ્ટ વરતારા પ્રમાણે ગુજરાતને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા ઓછી છે. લેટેસ્ટ ડેટા દર્શાવે છે કે 31 માર્ચથી હવામાનમાં પલ્ટો જોવા મળી શકે છે.

આજે કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ વધારે છે. ગુરુવારથી કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પવન વધારે ગતિએ ફૂંકાય તેવી શક્યતા છે.

હવામાનની આગાહી મુજબ પવનની ઝડપ 30 કિમીથી લઈને 45 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જુઓ આ વીડિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.