You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનું એ ગામ જ્યાં ઘરેઘરે રસોઈ માટેનું બળતણ બને છે
આણંદ જિલ્લાનું મુજકુવા ગામ ત્યાં ઘરેઘરે બાયોગૅસ પ્લાન્ટને કારણે જાણીતું છે.
આ ગામમાં અનેક ઘરો રસોઈ માટે એલપીજી ગૅસના સિલિંડર કે પછી લાકડાં કે છાણ પર નિર્ભર નથી, કારણ કે અનેક ઘરો પાસે પોતાના નાના-નાના ગોબર ગૅસના પ્લાન્ટ છે, જે એક પરિવારને પૂરતો થઈ જાય તેટલો ગૅસ દરરોજ ઉત્પન્ન કરી શકે છે, જેના કારણે આ ગામની અનેક મહિલાઓનું જીવન હકારાત્મક રીતે બદલાઈ ગયું છે.
જેમ કે 30 વર્ષનાં જાગૃતિબહેન પઢિયાર.
એક સમય હતો કે તેમનો મોટા ભાગનો સમય ગાયનું ગોબર ભેગું કરવામાં, છાણાં બનાવવામાં કે પછી રસોઈ માટે લાકડાં વીણવામાં જતો હતો.
હવે તેની જગ્યાએ તેઓ સવારે માત્ર એક કલાક જ કામ કરે છે અને થોડા જ સમયમાં ગોબરગૅસ તૈયાર થઈ જાય છે.
તેમના ઘરની બહાર જ બે ઘનમીટરનો બાયોગૅસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જે પાંચથી સાત સભ્યોના પરિવારને બે વખતની રસોઈ માટે પૂરતો ગૅસ ઉત્પન્ન કરી આપે છે.
જુઓ, ગુજરાતના આ ગામમાં ઘરેઘરે કઈ રીતે રસોઈનું બળતણ બને છે? મહિલાઓની આવાક કેવી રીતે વધી રહી છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન